સમર કેમ્પ ૨૦૧૭-૧૮

તા. ૦૧/૦૫/૨૦૧૮ થી તા.૧૦/૦૫/૨૦૧૮ સુધી ઉમરાળા પ્રાથમિક શાળામાં બાળકોના વિવિધ ખેલ એથ્લેટીક્સ અને ટેકવેન્ડો અંગે કૌશલ્યોના વિકાસ માટે સમર કેમ્પનું આયોજન થયેલ છે જેમાં બોટાદ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એચ.એચ ચૌધરી સાહેબ, ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમભવન સિદસર પ્રાચાર્યશ્રી સંજયભાઈ તલસાણીયા સાહેબ, બોટાદ જિલ્લાના સિનીયર કોચ શ્રી હિતેશભાઈ પ્રજાપતિ, રાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રવિણસિંહ મોરી, કે.ની જીતેન્દ્રસિંહ લીંબોલા, બી.આર.સી રાણપુર બાલાભાઈ સી.આર.સી અલમપુર બાબુભાઈ જમોડ તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ જેવા મહાનુભાવોના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવાનું આયોજન થયેલ છે .



  1. અમારી શાળાના શિક્ષક રમેશભાઈ રાઠોડ અને Sports Authority of Gujarat દ્રારા શાળા 'ઈન-સ્કૂલ પ્રોગ્રામ' અંતર્ગત અમારી શાળામાં 2 રમત માટે ( એથ્લેટીક્સ & ટૅકવેન્ડો) 2 નેશનલ ટ્રેનરો તેમજ બંને રમત માટેના જરૂરી 2,75,000/- ના સાધનો  પ્રાપ્ત થયેલ છે.આ તકે SAG તેમજ રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર - બોટાદ તથા બોટાદ જિલ્લા સિનિયર કૉચશ્રી પ્રજાપતીસાહેબનો ઉમરાળા શાળા પરીવાર વતી ખૂબ ખૂબ હ્રદયથી આભાર માનીએ છીએ.





તા.22.04.18 રવિવારના રોજ સ્લમ વિસ્તાર મુલાકાત

તા.22.04.18 રવિવારના રોજ સ્લમ વિસ્તારમાં વિપુલભાઈ જમોડની સાથે બાળકોને શૈક્ષણિક આનંદ કરાવવામાં આવ્યો સાથે કુપોષણને દૂર કરવા જાયન્ટસના સહયોગથી બાળકોને કઠોળનો નાસ્તો કરાવવામાં આવ્યો અને સાથે તેમના પરિવાર જનોને જાયન્ટસ દ્વારા માટલા વિતરણ પણ કરાવવામાં આવ્યું.





18.4.18 ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ સ્વચ્છ ભારત મિશન ઉજવણી

તા. 18.4.18 ના રોજ ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ સ્વચ્છ ભારત મિશન ઉજવણી
આ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલી કાઢવામાં આવી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શાળા , ગ્રામ પંચાયત અને આંગણ વાડીમાં સમૂહ સફાઈ કરવામાં આવી.



તા. 14.4.18 બાબા સાહેબ આંબેડકર જયંતિ ઉજવણી

તા. 14.4.18 ના રોજ બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે શાળામાં ઉજવણી કરવામાં આવી.
જેમાં શિક્ષકો દ્વારા બાબા સાહેબ આંબેડકર જીવન ચરિત્ર વિશે સમજાવવામાં આવ્યું તથા બાળકો અને શિક્ષકો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું, ગ્રામ સ્વચ્છતા જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવી અને ગ્રામ સફાઈ કરવામાં આવી.