સમર કેમ્પમાં ટ્રેનર વિપુલભાઈ જમોડ દ્વારા બાળકેન્દ્રી પ્રવૃતિઓ.

તા. 5.5.18ના રોજ વિપુલભાઈ જમોડ દ્વારા બાળકોને આનંદદાયી શિક્ષણ અંગેની પ્રવૃતિઓ સમરકેમ્પમાં કરાવવામાં આવી.
જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો.


સમર કેમ્પ 2017-18 ઉદ્ઘાટન

ઉમરાળા પ્રાથમિક શાળા તા.રાણપુર જિ.બોટાદ માં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષાના પ્રાદેશિક સમરકેમ્પનું આયોજન તા.૦૧/૦૫/૨૦૧૮ થી ૧૦/૦૫/૨૦૧૮ સુધી દિન ૧૦ થયેલ હોય આજ રોજ ૦૧/૦૫/૨૦૧૮ને મંગળવારના રોજ સમર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં બોટાદ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.એચ.ચૌધરી સાહેબ,જિલ્લા સિનીયર કોચ હિતેશભાઈ પ્રજાપતિ,ગામના સરપંચ,રાણપુર બી.આર.સી કો. બાલાભાઈ ખંડવી,સી.આર.સી કો. બાબુભાઈ જમોડ,અલમપર પે.સેન્ટર આચાર્ય હિરેનભાઈ સંઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શાળાના વ્યાયામ શિક્ષક રમેશભાઈ રાઠોડ દ્વારા સમર કેમ્પ વિષે માહિતી આપવામાં આવી તેમજ રાજ્યમાં ડી.એલ.એસ.એસ પ્રવેશની રાજ્ય કક્ષાની બેટરી ટેસ્ટમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર બાવળિયા રાજલ(વાય.ટી)ને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું. તથા અન્ય ડી.એલ.એસ.એસ.માં પ્રવેશ મેળવેલ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતમાં શિક્ષકોના પ્રયત્નોથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગરના નિવૃત લેકચરર કિશોરભાઈ ભટ્ટના સહયોગથી આપવામાં આવેલ ચબુતરાનું આવેલ મહાનુભાવો અને શિક્ષકો દ્વારા પ્રત્યારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી પ્રિતુલભાઈ ગઢિયા અને સમગ્ર શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવી.