રાષ્ટ્રીય રમત દિનની ઉજવણી

તા.૨૯/૦૮/૨૦૧૮ ના રોજ અત્રેની શાળા ઉમરાળા પ્રાથમિક શાળામાં “રાષ્ટ્રીય રમત દિન”ની ઉજવણી ધામ ધૂમથી કરવામાં આવી. શાળાના પટાંગણમાં જ સૌ પ્રથમ શાળાના તમામ બાળકો સમગ્ર શાળા સ્ટાફ સાથે મશાલ પ્રગટાવવામાં આવેલ ત્યાર બાદ કબ્બડી, ૫૦મી દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જંપ, એથલેટીક્સ, ટેકવેન્ડો, ચેસ, યોગાસન તથા હોકી જેવી રમતોનો સુચારુ આયોજન કરવામાં આવેલ વિશેષ તો બાળકોની સાથે શાળાના શિક્ષકોએ પણ વિવિધ રમતોમાં પોતાનો આદર્શ નમુનો પૂરો પાડેલ સાથે હોકીના જાદુગર એવા ધ્યાન ચંદની જન્મ જયંતી હોય તેમનું જીવન ચરિત્ર રજુ કરવામાં આવેલ અને રમતનું મહત્વ જીવનમાં કેટલું છે તેની માહિતી આપવામાં આવેલ

ખેલ મહાકુંભની તૈયારી

શાળાના વ્યાયામ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને રવિવારે રજાના દિવસે શ્રમદાન કરી ખેલ મહાકુંભની તૈયારી કરાવવામાં આવી. બાળકો ઉત્સાહભેર વિવિધ રમતોની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

72માં સ્વતંત્ર પર્વની ઉજવણી

આજે 15મી ઓગષ્ટના દિવસે 72માં સ્વતંત્ર દિનની ઉજવણી ઉમરાળા શાળા પરિવાર અને ગ્રામ જનો દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે બાળકો દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવી ઉપરાંત શાળામાં ઘ્વજવંદન કાર્યક્રમ 8.15કલાકે સરપંચશ્રી હસ્તે કરવામાં આવ્યો. શાળામાં સાથો સાથ રંગોળી સ્પર્ધા અને દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના સહકારથી  કરવામાં આવ્યું જેમાં રંગોળી સ્પર્ધામાં 31 અને દેશભક્તિ ગીત સ્પર્ધામાં 36 બાળકોએ ભાગ લીધો.જેમાં નીચે મુજબના વિદ્યાર્થીઓને ક્રમશઃ 1થી 3 નંબરો આપવામાં આવ્યા.

રંગોળી સ્પર્ધા...
1. શેખ સંજય ડાહ્યાભાઈ ધોરણ-8
2. મીઠાપરા દિપક ચતુરભાઈ ધોરણ -7
3. સોલંકી વિષ્ણુ પથાભાઈ ધોરણ-8


દેશભક્તિગીત સ્પર્ધા...
1. ડાભી સોહના
2. બવળીયા વર્ષા
3. સાંકળિયા નિધી


ઉપરોક્ત વિજેતાઓને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશેષ ઇનામો તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓને ચોપડા અને પેન પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા.

સમગ્ર કાર્યક્રમમાં સ્ટાફે ઉત્સાહથી ભાગ લીધો અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા આશરે 3000 
રૂપિયા જેટલું અનુદાન આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.







વિશ્વ સિંહ દિનની ઉજવણી

ગુજરાત એટલે ભાતીગળ સંસ્કૃતિની ધરોહર. એક બાજુ ગુજરાતનું નામ પડે એટલે પ્રગતિનું પ્રતિક..વિશ્વે છવાયેલ આધુનિક પ્રજા..પણ એની ગ્રામ્ય સંસ્કૃતિનો ધબકાર..આદીવાસી,  કચ્છી કે માલધારીના નેસડા હજુ ,કુદરતના ખોળે અસલ રંગે ઝૂલતા…જીવતા જોવા મળે. ખેતરોમાં ઊભા પાક ઝૂમે, આંગણે મોરલા ને પંખીઓ જાણે મહેમાન બની આવે…એક બીજા જોડે ભળી ગયેલા જીવો જ જાણો. આપણી ગિરનારની ભૂમિ ..એનો સાવજ ને તેની સાથે એજ રૂઆબે વગડે ભમતા ગાતા..આપણા લોક..તમે વીડીઓમાં જોશો..તો ખુશ ખુશ થઈ જશો. સિંહની સાથે જે આત્મિયતા આપણે બાંધી છે..એવી આત્મિયતા બાંધવી સહેલી નથી..મધ્ય પ્રદેશ વાળા, ગુજરાત પાસેથી માગી, સિંહને વનમાં વસાવવા ઉતાવળા થયા છે..એવા સમાચાર હમણાં જ જોઈ…આ કહેવાનું મન થઈ ગયું. ભાઈ ! ગુજરાતનો રંગ જ ગુજરાતી..ના મળે એના સરીખો બીજો રંગ…સંત, શૂરા, ને દાનવીરોની ગાથાના ગૌરવે ઝળહળતી ,ધરાને સિંહ કેમ સલામ ના કરે?…આપણે સિંહને કરીએ!

રમેશ પટેલ(આકાશદીપ)

છટા તારી ભારી,

અરણ્યે ઊભો જોગિરિશૃંગ ચઢીપૂચ્છ ફણતો

ખુમારીથી  હાલે , ભડ  દબદબોત્રાડ  ભરતો

ધરે  શ્રીમંતાઈગીર  ગઢ  મહીં,  રૌદ્ર  રણકે

રવે  ઘેરો  ગર્જે,   વન  મલકમાંરાજ કરતો

 

રમે મસ્તી ભર્યાંવનચર બધાંગેલ  કરતાં

ધરી મીઠાં પાણીતરસ છીપવેગીર ઝરણાં

ચિકારાં  ચોસીંઘાંમરકટ  રમેકુંજર લીલી

ઘટા વન્યે ઝૂમે,તૃણ હરિત આજાજમ ભલી

 

ક્ષુધા તૃપ્તિ ન્યાયેકુદરત તુલાકાળ ભરણી

શમે  પંખી ટૌકાતિમિર  ક્ષિતિજેમૌન કનડે

અને  થંભે શ્વાસોન  ખબર હવેકોણ ખરશે

લપેટે  અંધારાં,  નીરવ  રજની,  કેફ   ઘૂરકે

 

ભલા ડાલામથ્થામુગટ મહિમાસાવજ ધણી

બલિષ્ઠી શૂરા ઓવિવશ શત્રુ સૌતું વનરથી

રમેશ પટેલ(આકાશદીપ)


આજ રોજ આવાજ વિશ્વ સિંહ દિનની ઉજવણી અમારી શાળામાં  કરવામાં આવી. બાળકો અને શિક્ષકો દ્વારા સિંહની પ્રતિકૃતિ દ્વારા સિંહ ગર્જના સાથે સિંહ બચાવોનો સંદેશ લોકોને આપવામાં આવ્યો. ગ્રામ જનોને સિંહ બચાવો અંગે સંદેશ બાળ સિંહો દ્વારા આપવામાં આવ્યો.