ગાંધી જયંતીની ઉજવણી

આજે ઉમરાળા પ્રાથમિક શાળામાં ગાંધી જયંતી નિમિત્તે શાળામાં ઉજવણી કરવામાં જેમાં બાળકો દ્વારા શાળા સ્વચ્છતા કરવામાં આવી, વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી કાઢવામાં આવી અને ગ્રામ જનોને સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા અપીલ કરવામાં આવી ત્યાર બાદ સર્વધર્મ સમભાવના પ્રાર્થના કરી વૈષ્ણવ જન તો તેને રે કહીએ ભજનનું ગાન કરવામાં આવ્યું જેના દ્વારા વિવિધ ગુણો વિશે બાળકોને પરિચય કરાવવામાં આવ્યો. ત્યાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીના ચરિત્ર પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા શાળા પરિવારના શિક્ષક ભાઈ બહેનો તથા શાળાના આચાર્યશ્રી પ્રિતુલભાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી.