ગુરુ વંદના કાર્યક્રમ

રાત અંધારી જીવન મારું, તિમીર હટાવ્યું, જ્યોતિ જલાવી.
જીવન મારું અર્પ્યું તમને, તેના પર અધિકાર તમારો.
તવ ચરણોમાં શીશ નમાવી માનું છું આભાર તમારો.
જ્ઞાાન ગ્રહીને ગુરુ પાસેથી, અંગૂઠો પણ વાઢી આપો.
હાડ તમારા ગાળી દો કે જીવ સમૂળગો કાઢી આપો.
તોયે કડી એ ઋણ ઘટે ના, એવો છે ઉપકાર તમારો.
તવ ચરણોમાં શીશ નમાવી માનું છું આભાર તમારો.
ગુરુ જન મારા કાંઈ ન સૂઝે કેમ કરું સત્કાર તમારો !
તવ ચરણોમાં શીશ નમાવી માનું છું આભાર તમારો.
        આજે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ઉમરાળા પ્રાથમિક શાળા તા. રાણપુર જિ. બોટાદ દ્વારા આયોજિત  આવા જ ગુરુ ના "ગુરુ વંદના " કાર્યક્રમ પ્રસંગે અમારી શાળામાં લોયા ધામ ના સંતો આવ્યા અને બાળકોને ગુરુ મહિમા અંગે આશિર્વચન પાઠવ્યા. શિક્ષકો ધ્વારા સંતોનું પૂજન કરવામાં આવ્યું. તથા વિદ્યાર્થીઓ દ્વારા શાળાના તમામ ગુરુજનો નું પૂજન કરવામાં આવ્યું. સંતો દ્વારા બાળકોને માતા પિતા અને ગુરુને રોજ ચરણ સ્પર્શ કરવા તથા ભાલમાં કુમ કુમ ચાંદલો કરવા જેવા સંસ્કારો  આપવામાં આવ્યા.

કલા મહાકુંભમાં ઉમરાળા પ્રા. શાળાના બાળકો

અમારી શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા વર્ષ 2018 -2019ના તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લઈ જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરેલ અને બાળકો અને શિક્ષકો દ્વારા જિલ્લા કલા મહાકુંભમાં પોતાની કલાનું અદભુત પ્રદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા.



જાયન્ટ્સ દ્વારા ધોરણ 1 અને માતા પિતાની છત્ર છયા ગુમાવનાર બાળકોને મદદ

તા. 5.7.18ના રોજ જાયન્ટ્સ દ્વારા ધોરણ 1 ના બાળકોને અને માતા પિતા ની છત્ર છાયા ગુમાવનાર બાળકોને નોટબુક પેન્સિલ રબ્બર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું.

બાળ સંસદની ચૂંટણી

તા.5.7.18ના રોજ વિદ્યાર્થીઓમાં નેતાગીરીના ગુણ વિકસે અને બાળકો લોકશાહીના મૂલ્યો શીખે તે હેતુ માટે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓએ પોતાના વર્ગના પ્રતિનિધિઓ બહુમતીથી ચુંટ્યા ત્યારબાદ તા.6.7.18ના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ ચૂંટાયેલા સભ્યોએ પોતાના મહામંત્રીની નિમણૂક કરી તથા મહામંત્રી અને આચાર્યશ્રી બંનેની ભલામણથી અન્ય પ્રતિનિધિઓને શાળા પંચાયતની વિવિધ સમિતિના ખાતાની ફાળવણી કરવામાં આવી.