ચબૂતરાની મુલાકાતે ધોરણ 5ના વિદ્યાર્થીઓ

ધોરણ 5ના વર્ગ શિક્ષક દ્વારા ચબૂતરો પાઠ બાળકોને નાવીન્ય પદ્ધતિથી શાળાના ચબૂતરાની મુલાકાત લઈ મુલાકાત પદ્ધતિનો ઉપયોગ કરી શીખવવામાં આવ્યો.

શાળા સલામતી સપ્તાહની ઉજવણી 2018

તા.27.6.2018 ના રોજ ઉમરાળા પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના ભાઈઓ તરફથી બાળકોને કુદરતી આપત્તિઓ જેવીકે પુર,ભૂકંપ,વાવાઝોડું વગેરે સંજોગોમાં શુ સાવચેતીઓ રાખી શકાય અને કેવી રીતે બચાવ થઈ શકે તેવી માહિતી આપવામાં આવી આ ઉપરાંત હેલ્થ વિભાગમાંથી ચોમાસા અને અતિવૃષ્ટિ દરમિયાન શુ પગલાં લેવા એ અંગે માહિતી આપવામાં આવી બાળકો અને શિક્ષકોને નવીન શીખવાની સોનેરી તક મળી શાળા પરિવાર ટિમ ડિઝાસ્ટર અને હેલ્થનો આભાર માને છે.

વિશ્વયોગ દિનની ઉજવણી

તા.21.06.2018ના રોજ વિશ્વયોગ દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહ ભર્યો ભાગ લીધો જેમાં બાળકો , ગ્રામજનો અને શિક્ષક મિત્રોએ યોગ કર્યા યોગ બાદ સર્વને લીંબુપાણી નું વિતરણ કરવામાં આવ્યું.



શાળા પ્રવેશોત્સવ 2018

આજે અમારી ઉમરાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ સાથે બાળમેળો અને લાઈફ સ્કિલ ડેવલોપમેન્ટ મેળાની ઉજવણી કરાઈ. જેમાં મુખ્ય મહેમાન મનીષભાઈ ખટાણા ચેરમેન શિક્ષણ સમિતિ જી.પ.બોટાદ, સંકલન અધિકારી રસિકભાઈ પટેલ જન્મભૂમિ હાઈસ્કૂલ રાણપુર,લાઈઝન અધિકારી રાજુભાઇ ધલવાણીયાની વિશેષ ઉપસ્થિતિ સાથે સંપન થયો સાથે શાળાનો સ્માર્ટ કલાસ જે માન.કલેકટર સાહેબ દ્વારા અપાયેલ તે ખુલ્લો મુકાયો.









બાળમેળો