શ્રુતલેખન સ્પર્ધાનું આયોજન

આજ રોજ અમારી ઉમરાળા પ્રાથમિક શાળામાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના સહયોગ થી ધોરણ 3થી5 અને ધોરણ 6થી8ની શ્રુતલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓને 1થી3 ને મોટા ઇનામો 4થી10 નંબર મેળવનારને થોડા નાના પ્રકારના ઇનામો તથા સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે ધોરણ 3થી5 માટે પેન્સિલ તથા 6થી8 માટે પેન આપવામાં આવેલ. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો તથા શાળા પરિવાર જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદનો ખુબ ખુબ આભાર માને છે.