વિશ્વ સિંહ દિનની ઉજવણી

ગુજરાત એટલે ભાતીગળ સંસ્કૃતિની ધરોહર. એક બાજુ ગુજરાતનું નામ પડે એટલે પ્રગતિનું પ્રતિક..વિશ્વે છવાયેલ આધુનિક પ્રજા..પણ એની ગ્રામ્ય સંસ્કૃતિનો ધબકાર..આદીવાસી,  કચ્છી કે માલધારીના નેસડા હજુ ,કુદરતના ખોળે અસલ રંગે ઝૂલતા…જીવતા જોવા મળે. ખેતરોમાં ઊભા પાક ઝૂમે, આંગણે મોરલા ને પંખીઓ જાણે મહેમાન બની આવે…એક બીજા જોડે ભળી ગયેલા જીવો જ જાણો. આપણી ગિરનારની ભૂમિ ..એનો સાવજ ને તેની સાથે એજ રૂઆબે વગડે ભમતા ગાતા..આપણા લોક..તમે વીડીઓમાં જોશો..તો ખુશ ખુશ થઈ જશો. સિંહની સાથે જે આત્મિયતા આપણે બાંધી છે..એવી આત્મિયતા બાંધવી સહેલી નથી..મધ્ય પ્રદેશ વાળા, ગુજરાત પાસેથી માગી, સિંહને વનમાં વસાવવા ઉતાવળા થયા છે..એવા સમાચાર હમણાં જ જોઈ…આ કહેવાનું મન થઈ ગયું. ભાઈ ! ગુજરાતનો રંગ જ ગુજરાતી..ના મળે એના સરીખો બીજો રંગ…સંત, શૂરા, ને દાનવીરોની ગાથાના ગૌરવે ઝળહળતી ,ધરાને સિંહ કેમ સલામ ના કરે?…આપણે સિંહને કરીએ!

રમેશ પટેલ(આકાશદીપ)

છટા તારી ભારી,

અરણ્યે ઊભો જોગિરિશૃંગ ચઢીપૂચ્છ ફણતો

ખુમારીથી  હાલે , ભડ  દબદબોત્રાડ  ભરતો

ધરે  શ્રીમંતાઈગીર  ગઢ  મહીં,  રૌદ્ર  રણકે

રવે  ઘેરો  ગર્જે,   વન  મલકમાંરાજ કરતો

 

રમે મસ્તી ભર્યાંવનચર બધાંગેલ  કરતાં

ધરી મીઠાં પાણીતરસ છીપવેગીર ઝરણાં

ચિકારાં  ચોસીંઘાંમરકટ  રમેકુંજર લીલી

ઘટા વન્યે ઝૂમે,તૃણ હરિત આજાજમ ભલી

 

ક્ષુધા તૃપ્તિ ન્યાયેકુદરત તુલાકાળ ભરણી

શમે  પંખી ટૌકાતિમિર  ક્ષિતિજેમૌન કનડે

અને  થંભે શ્વાસોન  ખબર હવેકોણ ખરશે

લપેટે  અંધારાં,  નીરવ  રજની,  કેફ   ઘૂરકે

 

ભલા ડાલામથ્થામુગટ મહિમાસાવજ ધણી

બલિષ્ઠી શૂરા ઓવિવશ શત્રુ સૌતું વનરથી

રમેશ પટેલ(આકાશદીપ)


આજ રોજ આવાજ વિશ્વ સિંહ દિનની ઉજવણી અમારી શાળામાં  કરવામાં આવી. બાળકો અને શિક્ષકો દ્વારા સિંહની પ્રતિકૃતિ દ્વારા સિંહ ગર્જના સાથે સિંહ બચાવોનો સંદેશ લોકોને આપવામાં આવ્યો. ગ્રામ જનોને સિંહ બચાવો અંગે સંદેશ બાળ સિંહો દ્વારા આપવામાં આવ્યો.