સમર કેમ્પ ૨૦૧૮-૨૦૧૯ ઉદ્ઘાટન

સમર કેમ્પ ૨૦૧૮-૨૦૧૯ ઉદ્ઘાટન સમારંભ



અમારી શાળામાં તા. ૦૬/૦૫/૨૦૧૯ થી ૧૪/૦૫/૨૦૧૯ સુધી સમર કેમ્પનું આયોજન સપોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત તથા બોટાદ સીનીયર કોચના સહકાર થી કરવામાં આવ્યું જેમાં  તા.૦૬/૦૫/૨૦૧૯ના રોજ સમર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં જીલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ ના.જી.પ્રા.શિ શ્રી બહાદુરસિંહ રાહોલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,કે.ની ,બી.આર.સી કો. રાણપુર, સી.આર.સી કો. અલમપર તથા વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતમાં કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.
કાર્યક્રમ દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થના દ્વારા શરુ કરવામાં આવ્યો. ત્યાર બાદ આ વર્ષે ઉમરાળા પ્રાથમિક શાળાના ૮૩૭પૈકી  વિદ્યાર્થીઓમાંથી તથા ગ્રામ યુવાનો મળી શાળા દ્વારા અંદાજીત ૧૦૦૦ જેટલા વ્યક્તિઓએ ભાગ લેવા રજીસ્ટ્રેશન કરી વિદ્યાર્થીઓ દ્વારા તાલુકા કક્ષાએ સમગ્ર રમત ગમત ઈવેન્ટ્સમાં ભાગ લઇ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી ૨૫૦૦૦/- પ્રોત્સાહિત ઇનામ શાળાને આપવામાં આવ્યું હતું ત્યાર બાદ જીલ્લામાં વિવિધ ૩૫૦ વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લઇ ૫૦ વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવી શાળાએ સમગ્ર જીલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ૧૦૦૦૦૦/- પ્રોત્સાહિત ઇનામ શાળાને આપવામાં આવ્યું તથા લગભગ ૧૫૭૦૦૦/- રૂપિયાના ઇનામો વિદ્યાર્થીઓને વ્યક્તિગત ખાતામાં આપવામાં આવ્યા હતા   જે સંદર્ભે  મહાનુભાવો દ્વારા શાળાને સ્મૃતિ તરીકે ટ્રોફી એનાયત કરવામાં આવી ઉપરાંત રાજ્ય કક્ષાએ બે વિદ્યાર્થીઓ દ્વારા દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ આ સમગ્ર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર શિલ્ડ અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા.
ઉપરાંત શાળામાં બે વર્ષમાં 17 જેટલા વિદ્યાર્થીઓની DLSSમાં પસંદગી થઇ છે જેમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને ૧૬૭૦૦૦/-ના ખર્ચે રહેવા જમવા અને અભ્યાસની તમામ વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે ઉપરાંત દર માસે ૭૫૦/- શિષ્યવૃત્તિ પેઠે ચુકાવાવમાં આવે છે  આ તમામ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું.
સમગ્ર કામગીરી સંદર્ભે પણ અતિથી સાહેબો દ્વારા શાળાના શિક્ષકો, શાળાના ભૂત પૂર્વ વ્યાયામ શિક્ષક જેઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં જેહમત ઉઠાવેલ તે રમેશભાઈ રાઠોડ ,ટ્રેનર અસ્મિતાબેન બાવળિયા, ટ્રેનર ઉષાબેન, એન્કર શાંતિભાઈ, વ્યવસ્થાપક રમેશભાઈ સાંકળિયા  સમગ્ર સ્ટાફ અને આચાર્યશ્રી પ્રિતુલભાઈ ગઢીયાને અભિનંદન પાઠવવામાં આવ્યા તથા માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા પણ શુભેચ્છા સંદેશ પાઠવામાં આવ્યો.